૧ નવેમ્બર દેશમાં રસોઈ ગેસ સિલિન્ડર ના મહત્વના નિયમમાં ફેરફાર થવાનો છે. અને નવી સિસ્ટમ થી ગેસ નો બાટલો બુક થશે ખાસ કરી હોમ ડીલીવરી ની પ્રક્રિયામાં ફેરફાર થવાનો છે. આ માટે વન ટાઈમ પાસવર્ડ જરૂરી છે. હવે માત્ર બુકિંગ કરાવવા પર તમને સિલિન્ડિરની ડિલિવરી નહીં મળશે. આ માટે તમારે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર ઉપર એક કોડ મોકલવામાં આવશે. આ કોડને તમારે ડિલિવરી બોયને બતાવવો પડશે. આવું કરવાથી ગ્રાહકોને રસોઈ ગેસ સિલિન્ડર મળશે. જો કોઈ ગ્રાહકનો મોબાઈલ નંબર રજિસ્ટર ન હોય તો તેઓ એપ થકી પોતાનો નંબર અપડેટ કરી શકે છે. આ એપ ડિલિવરી બોય પાસે પણ ઉપલબ્ધ હશે.

આ નવી સિસ્ટમ થી થોડી અસુવિધા થશે પરંતુ આ પધ્ધતિ થી ઘણો ફાયદો પણ થશે. આ સિસ્ટમ કોમર્શિયલ સિલિન્ડર ઉપર લાગુ નહીં પડે. આ વ્યવસ્થાથી એ સુનિશ્ચિત કરી શકાય છે કે ડિલિવરી કોઈ ખોટી વ્યક્તિને અપાતી નથી. ગેસ સિલિન્ડરની ચોરીને રોકવા માટે અને ગ્રાહકોની ઓળખ માટે કંપનીએ ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ સિસ્ટમ શરુ કરી રહી છે. શરૂઆતમાં આ માત્ર ૧૦૦ સ્માર્ટ સિટીમાં જ લાગુ થશે. બાદમાં આ વ્યવસ્થા અન્ય શહેરોમાં પણ લાગુ કરાશે.