રિયાલિટી ગેમ શો 'કૌન બનેગા કરોડપતિ'માં મંગળવાર, ૧૩ ઓક્ટોબરના રોજ ટેલિકાસ્ટ થયેલ એપિસોડમાં એવી ઘટના બની, તેના કારણે માત્ર દર્શન નહીં પરંતુ હોસ્ટ અમિતાભ બચ્ચન પણ નવાઈ માં પડી ગયા હતા. બિગ બીના કમ્પ્યુટર થોડી સેકન્ડ માટે કામ કરતું બંધ થઈ ગયું હતું. આ એપિસોડમાં બિહારના પટનામાં આવેલ સ્પર્ધક રાજ લક્ષ્મીએ ૨૫ લાખ રૂપિયાનો સવાલ ક્વિટ કર્યો હતો. ત્યારબાદ મુંબઈ સ્પર્ધક સ્વપ્નીલ ચવ્હાણ હોટ સીટ પર આવ્યો હતો. અમિતાભે પહેલો સવાલ પૂછ્યો હતો અને પછી બે હજાર રૂપિયા માટે બીજો સવાલ પૂછવાની શરૂઆત કરી હતી. આ સમયે જ બિગ બીનું કમ્યુટર હેંગ થઈ ગયું હતું. અમિતાભે કહ્યું હતું, 'અગલા સવાલ ૨ હજાર રૂપિયા કે લિયે આપ કે કમ્પ્યુટર સ્ક્રીન પર સવાલ બિગ બીના કમ્પ્યુટર પર આવ્યો જ નહીં.

અમિતાભે ત્રણ વાર કહ્યું કે દો હજાર કા સવાલ, દો હજાર રૂપિયા, દો હજાર રૂપિયે…જોકે, પછી અમિતાભે સ્પર્ધકને કહ્યું હતું, કમ્પ્યુટર તો અટક ગયા હૈ.” આટલું બોલ્યા બાદ અમિતાભ આમ-તેમ કોઈની મદદ માટે જોવા લાગ્યા હતા અને બોલતા હતા, 'નહીં આ રહા હૈ.” ત્યારે જ સ્ક્રીન પર સવાલ આવી ગયો હતો અને બિગ બી બોલી પડ્યા 'આ ગયા.. આ ગયા..” ત્યારબાદ અમિતાભે સવાલ વાંચ્યો હતો. સવાલ જો તમે નોવાક યોકોવિચ તથા એનીમૂરને ઈન્ટરનેશનલ રમતમાં રમતા જોવો તો તમે કઈ રમત જોઈ રહ્યા છો? સાચો જવાબ હતો ટેનિસ. નોંધનીય છે કે આમ તો આ બધું થોડીક સેકન્ડ માટે જ થયું હતું પરંતુ આ પરિસ્થિતિને બિગ બીએ ઘણી જ સારી રીતે હેન્ડલ કરી હતી.