સરદાર પટેલ પીપલ્સ એસોસિએશનની પાંચમી કોન્ફરન્સ ભાગ લેવા માટે 14 મી મે 1939 ના રોજ ભાવનગર પહોંચ્યા હતા સરદાર પટેલની શાનદાર અને ભવ્ય શોભાયાત્રા અને સન્માન કરાયું પછી ભાવનગર પીપલ્સ એસોસિએશન દ્વારા સરદાર પટેલ સાથે શોભાયાત્રા કાઢવા માં આવી હતી. આ યાત્રા દાણાપીઠ થઈને ખાર્ગેટ નજીક પહોંચી. અહીં તેમનું એક સમિયાનામાં સ્વાગત કરાયું હતું. પછી શોભા યાત્રા દાન પીઠ ખૂણા તરફ વળ્યું, અને કેટલાક અસામાજિક તત્વો એ સરદાર પટેલ પર ચાકુ અને લાકડી જેવા હથિયારો થી હુમલો કર્યો નાનાભાઇ (નૃસિંહપ્રસાદ) ભટ્ટે તેમને રોકવાનો પ્રયાસ કર્યો. એક ઘા તેના માથા વાગ્યો હતો. શ્રી મકનજીભાઇ વાલિયા અને કાળુભાઇ વાલિયા પણ હતા. સરદાર વલ્લભભાઈ પટેલ ને બચાવવા બચુભાઇ એ પોતાના પર ઘા જીલીયા હતા અને બચુભાઈ વિરજીભાઇ નામના સ્વયંસેવકોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને બીજા દિવસે સારવાર દરમિયાન દરમિયાન જાદવજીભાઇ ગિરધરભાઇ મોદીનું અવસાન થયું. સરદાર પટેલ પરિસ્થિતિને સમજીને સરઘસ અટકાવ્યું.

વિરગતી પામેલ જાદવભાઈ અને બચુભાઈ એ પોતાના પ્રાણ આપી સરદાર વલ્લભભાઈ પટેલ નો જીવ બચાવ્યો હતો. ઈતિહાસ આ બન્ને મહાપુરુષો નો રુણી સદાય રહેશે.