સુરતમાં એક અજીબો ગરીબ ઘટના બની હતી મિત્ર પાસેથી લીધેલા ઉછીના ૨૦૦ રૂપિયા માટે મિત્રને ઉઘરાણી કરતાં પહેલાં બંને મિત્રો વચ્ચે થયેલી માથાકૂટ બાદમાં ઉછીના રૂપિયા આપનાર મિત્રએ ઉછીના રૂપિયા લીધા તો મિત્રના મારતા આવેશમાં આવીને ઉછીના રૂપિયા લેનાર મિત્રએ પોતાના પેટમાં ચપ્પ મારી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. જોકે પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપ શરુ કરી છે. સુરતમાં રૂપિયાની ઉઘરાણી મામલે એક બબાલ થઈ હોય અથવા એક બીજા પર જીવલેણ હુમલાની ઘટના બનતી હોય છે. પણ આજે એક એવી ઘટના બની છે તે જાણીને ભલભલાના સંવાડા ઊભા થઈ જાય. સુરતના લીંબાયત ખાતે આવેલ ગણેશ નગરમાં સપના પાન સેન્ટરની સામે રહેતો ૩૫ વર્ષિય ગણેશ.

પાંડુરંગ બેકાર જીવન ગુજારતો હતો. જોકે રુપિયાની જરૂર હોવાને લઈને તેને તેના મિત્ર પ્રેમ પાસેથી થોડા સમય પહેલા રૂપિયા ૨૦૦ ઉછીના લીધા હતા જોકે આ રૂપિયા આપ્યા બાદ પ્રેમ દ્વારા ઊઘરાણી શરુ કરવામાં આવી હતી પણ ગણેશ આપતો ન હોવાને લઈને ગતરોજ આ મામલે પ્રેમ અને ગણેશ વચ્ચે પહેલાં બબાલ શરૂ થઈ હતી ત્યાર બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો.

રૂપિયા માટે પહેલા પ્રેમ દ્વારા ગણેશને માર મારવામાં આવ્યો હતો અને બંને વચ્ચે એક બીજા પર પથ્થર મારો પણ થયો હતો. જોકે ગણેશ ને માર મારવામાં આવ્યો હતો જેની અદાવત રાખીને ગણેશે પોતાની રૂમમાં ચપ્પા લેવા ગયો હતો તે ચપ્પા લઈને પ્રેમને મારવા માટે આવતા ત્યાં સુધીમાં પ્રેમ ભાગી છૂટ્યો હતો. જેના કારણે તે ઉશ્કેરાઈ ગયો હતો અને ગુસ્સામાં પોતાના પેટમાં જ ચપ્પ મારી દઇ આત્મહત્યા કરી લીધી હતી.