શ્રી અશોકકુમાર નાયબ પોલીસ મહાનિરીક્ષક દ્વારા ભાવનગર જીલ્લાઓમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને ચોરી જેવા ગંભીર વણશોધાયેલ ગુન્હાઓનો ભેદ ઉકેલાય અને પ્રજામાં પોલીસની કામગીરી પ્રત્યે વિશ્વાસ જળવાય રહે તે રીતે કામગીરી કરવા સુચનાઓ આપેલ હતી જે અન્વયે ભાવનગર પોલીસ અધીક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબનાઓના ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાંચને ઘરફોડ ચોરીના અનડિટેકટ ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપેલ હતી.

જે સુચના અનુસંધાને ભાવનગર એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર એન.જી.જાડેજાની આગેવાનીમાં એલ.સી.બી. શાખા ભાવનગરની જુદી-જુદી ટીમો બનાવી જીલ્લામાં ઘરફોડ ચોરીના બનાવો બનતા અટકાવવા અને બનેલ બનાવોનો ભેદ ઉકેલી કાઢવા ખાસ એક્શન પ્લાન બનાવી નાઇટ પેટ્રોલીંગનું પ્લાનીંગ પુર્વક આયોજન કરેલ હતુ.

આ પ્લાનીંગના ભાગરૂપે એલ.સી.બી. શાખાને બાતમીદાર નેટવર્ક પણ એકટીવ કરેલ હતું અને એલ.સી.બી. શાખાને તેઓના અંગત અને વિશ્ર્વાસુ બાતમીદારો હકિકત જાણવા મળેલ હતી કે, અગાઉ ઘરફોડ ચોરીઓના અનેક ગુન્હાઓમાં પકડાયેલ ચીકલીકર ગેંગ હાલ ભાવનગર શહેર અને જીલ્લામાં એકટીવ છે અને તેઓ ઘરફોડ ચોરીઓને અંજામ આપે છે અને વહેલી સવારે આ ચકલીકર ગેંગના સભ્યો ચોરી કરેલ મુદામાલ વેચવા માટે બે મોટર સાયકલ ઉપર નીકળનાર છે જે આધારે એલ.સી.બી. પોલીસ જુદી-જુદી ટીમો બનાવી પ્લાનીંગ પુર્વક ભાવનગર-રાજકોટ રોડ, હાદાનગરના નાકે વોચમાં હતા. દરમ્યાન ચીકગીકર ગેંગના સભ્યો બે મોટર સાયકલ ઉપર હાદાનગરના નાકેથી નીકળતા તેઓને કોર્ડન કરી રોકી લીધેલ જેમા બે પુરૂષ તથા એક મહિલા સહિત ચીકલીકર ગેંગના ત્રણ સભ્યો ઝડાઇ ગયેલ તેઓ પાસેથી શંકાસ્પદ ચોરીનો મદામાલ મળી આવેલ પકડાયેલ આરોપીઓ ને ઝડપીપાડયા હતા અને ભાવનગર ના અલગ અલગ વિસ્તાર ના કુલ 33 ઘરફોડ ગુના ઉકેલાયા હતા અને આરોપીઓ ના હથીયાર ઉપરાંત કુલ રકમ ૫,૫૪,૯૬૪ રુપિયા નો મુદ્દામાલ કબજે લેવાયો હતો.