પ્રવાસીઓ કેવડિયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 6 ક્લિોમીટર ક્રુઝ પ્રધાનમંત્રી મોદી એ સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા ખાતે એકતા ક્રૂઝ (ફેરી બોટ)નું લોકાર્પણ કર્યું હતું. પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવે ત્યારે નર્મદા નદીમાં બોટીંગ દ્વારા સાતપુડા તથા વિધ્યાંચળ પર્વતમાળાની હરિયાળીનો આનંદ મળે તે હેતુથી ફેરી બોટ સર્વિસ - એકતા ક્રૂઝ પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે. એકતા ક્રૂઝ દ્વારા પ્રવાસીઓ 6 કિ.મી.સુધી અને 49 મિનિટ બોટીંગનો આહલાદક આનંદ મેળવી શકે છે. આ ફેરી બોટ સર્વિસ માટે શ્રેષ્ઠ ભારત ભવન અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જેટ્ટી બનાવવામાં આવી છે.

આ ક્રૂઝમાં 200 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે હાલ કોરોનાના કારણે 100 લોકોને જ કૂઝમાં પ્રવેશવાની મંજૂરી અપાશે. આ ક્રુઝ બોટમાં પ્રવાસીઓ માટે જમવાની અને નાસ્તાની પણ વ્યવસ્થા છે. અને બોટની ટીકીટ લગભગ 430 રૂપિયા નક્કી કરવામાં આવી છે. નોંધનીય છે કે, નર્મદા માં આવેલી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સરદાર વલ્ભભાઈ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી જે દેશ અને દુનિયામાં પ્રચલિત થઈ છે જેને જોવા 1 વર્ષમાં 40 લાખ કરતા વધુપ્રવાસીઓ આવી ચૂક્યા છે.