અમદાવાદ પોલીસે કાર્યવાહી કરતા એક હોટલ ખાતે બર્થ ડે મનાવી રહેલા બર્થ ડે બોય સહિત સાત યુવક-યુવકને ઝડપી પાડ્યો છે. પોલીસે થલતેજ ચાર રસ્તા પાસે આવેલી બિનોરી હોટલના એક રૂમમાંથી તમામ ને પકડી પાડ્યા હતા. પોલીસે હોટલના રૂમ ખાતેથી ચાર યુવક અને ત્રણ યુવતીને પકડી પાડ્યા હતા અને તમામને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. જે બાદમાં ચારેય યુવકોએ પોલીસ સ્ટેશનમાં જ આખી રાત વિતાવી પડી હતી. એવી પણ માહિતી મળી છે કે યુવાનો સાથે રહેલી ત્રણેય યુવતીઓએ દારૂ પીધો ન હોવાથી પોલીસે ત્રણેયને જવા દીધી હતી. આ સાથે એવી પણ માહિતી સામે આવી છે કે પોલીસે જ્યારે એક યુવતીના પિતાને ફોન કર્યો હતો કે તેમની દીકરી પાર્ટી કરતા ઝડપાઈ છે ત્યારે સામેથી એવો જવાબ મળ્યો હતો કે, તેમની દીકરી તેના બોયફ્રેન્ડ સાથે હોટલમાં ગઈ હોવાની તેમને જાણ છે!





આ અંગે મળતી માહિતી પ્રમાણે સોલા પોલીસ એવી બાતમી મળી હતી કે થલતેજ ખાતે આવેલી બિનોરી હોટલના એક રૂમમાં ચાર છોકરા અને ત્રણ છોકરી બર્થ ડે અને દારૂની પાર્ટી માટે એકઠા થયા છે. જે બાદમાં પોલીસે તાત્કાલિક હોટલ પર દરોડો કર્યો હતો.





ન્યુઝ સૌજન્ય સદાચાર સંદેશ