હાલ તહેવારોની સીઝનમાં ડુંગળીના ભાવો આસમાને પહોંચ્યા છે ત્યારે ડુંગળીનો ઘરેલ પુરવઠો વધારવા અને કિંમતો પર અંકુશ લગાવવા માટે સરકારે ડુંગળીની આયાતના નિયમોમાં ઢીલ આપી છે.

સાથે સાથે કિંમતો પર અંકુરા લગાવવા માટે બફર સ્ટોકમાંથી વધારે ડુંગળીઓ નો પુરવઠો બજારમાં મોકલવાનો નિર્ણય લીધો છે. સરકારે એક નિવેદનમાં આ માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે ડુંગળીની કિંમતમાં હાલમાં ઘણો વધારો થયો છે. મંગળવારે ચેન્નાઈમાં ડુંગળીની છુટક કિંમત ૭૩ રૂપિયા છે, જ્યારે દિલ્હી માં ડુંગળીનો ભાવ ૫૦ રૂપિયા, કોલકાતામાં ૬૫ રૂપિયા અને મુંબઈમાં ૬૭ રૂપિયા કિલોનો ભાવ રહ્યો છે. એકસપર્ટ અને ટ્રેડર્સનું માનવું છે કે દક્ષિણ અને પશ્ચિમી ક્ષેત્રોમાં ભારે વરસાદના કારણે ડુંગળીની સપ્લાયમાં રૂકાવટ પેદા થઈ છે અને ખરીફ પાકને અસર થઈ છે. હાલ તો રવિ પાકની સંગ્રહ કરાયેલી ડુંગળી બજારમાં વેચાઈ રહી છે. વિશેષજ્ઞોમાં જણાવ્યા મુજબ વરસાદે ડુંગળીના મુખ્ય ઉત્પાદક ક્ષેત્રમાં ઘણી બરબાદી કરી છે, જેનાથી સપ્લાયને અસર થઈ છે.