ગુજરાતી ફિલ્મો મા સંગીતકાર ગરબા, લોકસંગીત અને અનેક આલ્બમો કરનાર નરેશ કનોડીયા ના મોટા ભાઈ મહેશ કનોડીયા નુ નીધન થયુ છે મહેશ કનોડીયા ઘણા ટાઈમ થી બીમારી નો સામનો કરી રહ્યા હતા અને આજે ગાંધીનગર મા તેવો એ અંતિમ સ્વાસ લીધા હતા. સંગીતકાર ની સાથે તેવો પાટણના પૂર્વ સાંસદ, પણ રહી ચુક્યા છે.

મહેશ કનોડીયા ના ભત્રીજા હિતુ કનોડીયા એ તેના ફેસબુક એકાઉન્ટ પર માહિતી આપતા શ્રધ્ધાંજલી પાઠવી હતી. આપ ને જણાવી દઈયે કે નરેશ કનોડીયા પણ હાલ હોસ્પિટલ મા સારવાર હેઠળ છે. થોડા દિવસ પહેલા તેવો કરોના પોઝીટીવ આવ્યા હતા અને હાલ તેવો ની સારવાર ચાલુ છે.