ભારતનો સૌથી લોકપ્રિય લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા એક દાયકાથી વધુ સમયથી લોકોને ભરપૂર મનોરંજન પુરૂ પાડી રહ્યો છે. જો કે અનેક મહત્વના કલાકારોએ આ શો છોડ્યો અને કેટલાક ઉતાર ચઢાવ જોવા મળ્યા. આમ છતાં લોકપ્રિયતાના મામલે તેણે સતત પ્રગતિ જ કરી છે. ૧૨ વર્ષથી લોકોના મન પર રાજ કરી રહેલા આ શોની ટીમ હાલમાં જ રિયાલિટી શો ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર'ના સેટ પર પહોંચી. ત્યાં તમામ સ્પર્ધકો અને જજોએ તેમનું સ્વાગત કર્યું. ટીમની સાથે શોના પ્રોડ્યુસર આસિત મોદી પણ હતા. કમી બસ દયાબેનની હતી. આ કમી તુજાએ પૂરી કરી દીધી. શોમાં દયાબેનનું પાત્ર ભજવનાર દિશા વાકાણી છેલ્લા ૧-૨, વર્ષથી શોથી દૂર છે અને મેકર્સ તેની રાહ જોઈ રહ્યા છે.


આ બધા વચ્ચે એવા પણ અહેવાલો હતા કે મેકસી નવા દયાબેનની શોધમાં છે. પરંતુ ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર'માં જઈને લાગે છે કે તેમની આ શોધ પૂરી થઈ ગઈ. શોમાં તેમને કોરિયોગ્રાફર રુતુજાના રૂપમાં નવા દયાબેન મળી ગયા. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' દેશભરમાં સૌથી વધુ લોકપ્રિય કોટુંબિક શો છે. જયારથી દયાબેન આ શોમાંથી ગયા છે ત્યારથી લોકોને દયાની" ખુબ કમી લાગે છે. હવે નવા દયાબેનની બહુ જલદી શોમાં એન્ટ્રી થવાની છે. આ નવા દયાબેન સુંદર તો છે જ સાથે સાથે ખુબ ટેલેન્ટેડ પણ છે.

નવા દયાબેનનો વીડિયો હાલ વાયરલ થઈ ગયો છે. જે તેમના પ્રશંસકોને ખુબ પસંદ પડ્યો છે. ટીવીના સૌથી લોકપ્રિય ફેમિલી કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'એ શાનદાર ૧૨ વર્ષ પૂરા કર્યા છે. આ દરમિયાન તેના ટીઆરપીમાં પણ સતત વધારો થતો રહ્યો છે. આ નવા દયાબેનનો જેઠાલાલ સાથે ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો છે. કહેવાય છે કે નવા દયાબેનને જોતા જ શોના પ્રોડ્યુસર આસિત મોદીએ પોતાના શોમાં લેવાનો નિર્ણય કરી લીધો છે.