'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સીરિયલમાં ગોગી ની ભૂમિકા નિભાવનાર અભિનેતા સમય શાહ પર, કેટલાક ગુંડાઓએ હુમલો કર્યો હતો અને જીવથી મારી નાખવાની ધમકી આપી હતી. તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ઘટના બોરીવલીમાં, શાહની ઇમારત પાસે બની હતી. તેની માતાએ કહ્યું કે, 'આ પહેલીવાર નથી જ્યારે, તેણે આવું કંઈક અનુભવ્યું હોય. આ ઘટના ૨૭ ઓકટોબરના રોજ, તેમના બોરીવલી આવાસની બહાર બની હતી.'

સમય શાહ ની ફેને બે, સોશિયલ મીડિયા પર સીસીટીવી ફૂટેજ શેર કર્યા છે. પોલીસે બિલ્ડિંગના સીસીટીવી ફૂટેજના આધારે, તપાસ હાથ ધરી છે. તે જ સમયે, અભિનેતાએ સીસીટીવી ફૂટેજની એક તસવીર ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી છે. જેમાં એક બદમાશ જોવા મળી રહ્યો છે. સમય શાહે લખ્યું છે કે, 'બે દિવસ પહેલા આ માણસ મારી બિલ્ડિંગમાં આવ્યો હતો, અને કોઈ કારણ વિના તેણે મને ગાળો આપવાનું શરૂ કર્યું હતુ. મને ખબર નથી કે, તે કોણ છે ? મને ગાળો આપવા પાછળનું કારણ શું છે ? તેણે મને ધમકી આપી હતી કે, તે મને મારી નાખશે. મેં આ માહિતી આપની સાથે શેર કરી છે. મને લાગે છે કે, જો મારી સાથે કંઇ થાય, તો તે મારા અને મારા પરિવાર માટે તે સહાયક રહેશે, આભાર.” તેણે કહ્યુ છે કે, તે રાત્રે સાડા આઠ વાગ્યે શૂટિંગ પૂર્ણ કરી, તેના ઘરે પહોંચ્યો, ત્યારે કોઈ શખ્સ અચાનક તેની પાસે આવ્યો. અને કોઈ કારણ વગર તેની સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું. તે ઘટનાથી તે ખૂબ જ નારાજ છે.” સમય શાહની માતાએ કહ્યું કે, '૧૫ દિવસમાં આવુ ત્રીજી વખત, તેની સાથે બન્યુ હતુ.” અભિનેતાએ કહ્યું કે, 'મારો આખો પરિવાર અને હું ઘણાં જાન માં છીએ. તેથી અમે કાનૂની મદદ લેવાનું નક્કી ક્યું છે. અમે પોલીસ ફરિયાદ નોંધાવી છે. બિલ્ડિંગના સીસીટીવીમાં એક નહીં પરંતુ ૫ થી વધુ લોકો જોવામાં આવ્યા છે. જેઓ ગેટની બહાર રાહ જોઈ રહ્યા હતા.” સમય શહે, સીસીટીવી ફૂટેજના આધારે, બોરીવલી સ્ટેશનમાં ફરિયાદકી છે. જેમાં તે હુમલો કરનાર વ્યક્તિનો ચહેરો જોવા મળે છે.