બૉલીવુડ અભિનેત્રી ખરબંદા બુધવારે ૨૯ ઓક્ટોબરે ૩૦ વર્ષની થઇ ગઇ, પોતાનો ૩૦મો જન્મદિવસ એક અંદાજમાં ઉજવ્યો. પોતાના જન્મદિવસ પર ૩૦ બાળકીઓ ના ભણવાનો ખર્ચની જવાબદારી ઉઠાવીને પોતાનો જન્મદિવસ ખાસ બનાવી દીધો. ઉલ્લેખનીય છે કે બાળકીઓ ના ભણાવવા માટે કામ કરતી એક બિન સરકારી સંસ્થા સાથે મળીને કૃતિ ખરબંદાએ આ લોકોને શિક્ષિત કરવાની જવાબ પોતાના ખભે ઉઠાવી છે.





અભિનેત્રીએ પોતાની આ પહેલ અંગે કહ્યું - આપણી દુનિયા એ ક વૈશ્વિક સ્વાથ્ય આફતનો સામનો કરી રહી છે, છેલ્લા કેટલાક મહિના આપણા બધા માટે ખુબ તણાવગ્રસ્ત રહ્યાં. મારા મતે આ એક નાનો પ્રયાસ છે, જે જરૂરિયાતમંદોને થોડી ઘણો આનંદ ફેલાવવાનો પ્રયાસ છે. દુર્ભાગ્યથી હું મહામારીના કારણે તે બાળકીઓ સાથે પર્સનલી મુલાકાત નથી કરી શકી, પરંતુ તેમને બહુ જલ્દી જ વર્ચ્યુઅલ રીતે મળવા અને થોડોક સારો સમય વિતાવવાની આશા છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, કૃતિ ખરબંદા આગામી ફિલ્મ બીજૉય નાં બિયારની ફિલ્મ તૈશમાં દેખાશે. આ ફિલ્મ ઓટીટી પર વેબ સીરીઝ અને ફિલ્મ બન્ને ફોર્મેટમાં રિલીઝ થવા માટે તૈયાર છે. ફિલ્મમાં પુલકિત સમ્રાટ, જીમી સભ્ર, હર્ષવર્ધન રાખે અને સંજીદા શેખ જેવા કલાકાર સામેલ છે.