આરોપીઓ અગાઉ કોલ સેન્ટરમાં કામ કરી ચુક્યા છે, જેથી અમેરકન નાગરિકો પાસે પૈસા પડાવવા માટે નવી મોલ્સ ઓપરેન્ડી સાથે છેતરપીંડી આચરી રહ્યા અમદાવાદ શહેરમાંથી વધુ એક બોગ્સ કોલ સેન્ટર ઝડપાયું છે, અમેરિકન નાગરિક સાથે છેતરપિંડી આચરવાની નવી મોડસ ઓપરેન્ડી સાથેનું બોગ્સ કોલ સેન્ટર ઝડપાયું છે. ચાંદખેડા પોલીસ અને ઝોન-૨ ડીસીપી મેર્ડના સંયુક્ત ઓપરેશનમાં રેડ કરી બોસ કોલ સેન્ટર ચલાવનાર સહિત પાંચ આરોપી ધરપકડ કરી. પ્રાપ્ત માહિતી અનુસાર, ચાંદખેડા એમ્પોરિયમ કોપ્લેક્સમાં ગેરકાયદેસર કોલ સેન્ટર ચાલતું હિોવાની પોલીસને માહિતી મળી હતી.

જેના આધારે પોલીસે રેડ કરતા કોમ્પલેક્ષના ૬૦૭ નંબરની ઓફિસમાં કોલ સેન્ટર ઉભું કરવામાં આવ્યું હતું. જે બોગ્સ કોલ સેન્ટર ચલાવનાર અક્ષય ભાવસાર સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલ આરોપીઓ અમેરિકન નાગરિકો સાથે ઠગાઈની નવી મોલ્સ ઓપરેન્ડી સામે આવી છે, જેમાં અમેરિકન નાગરિકોનું સોશિયલ કાર્ડ ખોવાઈ ગયેલ છે, જે કાર્ડનો મિસયુસ થયેલ હોવાથી તમારું કાર્ડ બ્લોક થઈ જશે અને પોલીસ હેરાનગતિ ન થાય તે માટે તમારું નવું સોશિયલ કાવું પડશે. તેમ કહી ડરાવીને નવું કાર્ડ દ્ધાવવાની ફી પેટે ડોલર લેવાનું જણાવી અમેરિકન નાગરિકો પાસેથી આઇડી કાર્ડ મારફતે પૈસા મગાવી છેતરપીંડી આચરતા હતા. પોલીસ ગિરફતમાં આવેલ બોગ્સ કોલ સેન્ટર ચલાવનાર અક્ષય ભાવસાર, અમિત ચચલાણી, આદિત્ય વિરાણી, પ્રિન્સ ગુપ્તા અને મુંબઈનો ઓસ્ટીન માઈલ આમ પાંચ લોકો છેલ્લા એક મહિનાથી બોગ્સ કોલ સેન્ટર ચલાવતા હોવાનું સામે આવ્યું છે.

પકડાયેલ આરોપીઓ અગાઉ કોલ સેન્ટરમાં કામ કરી ચુક્યા છે, જિથી અમેરિકન નાગરિકો પાસે પૈસા પડાવવા માટે નવી મોલ્સ ઓપરેન્ડી સાથે છેતરપીંડી આચરી રહ્યા છે. પોલીસ તપાસમાં મુખ્ય આરોપી અક્ષય ભાવસારે ચાર લોકોને ૧૫ હજારના પગારે રાખ્યા હતા. જોકે કોલ સેન્ટરમાં કામ કરવા મુંબઈમાં બેકાર હોવાથી આરોપી ઓસ્ટીન માઈલ અમદાવાદ આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી ૮ લેપટોપ, મેજીક જેક, ૬ મોબાઈલ, રોકડ મળી કુલ ૧.૬૧લાખનો મુદામાલ ક ર્યા છે. પોલીસે તપાસ શરૂ કરી છે કે, બોગ્સ કોલ સેન્ટર માટે લીડકેવી રીતે મેળવતા હતા. જે મામલે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૃ કરી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ અમદાવાદના ચાંદખેડા સહિતના અનેક વિસ્તારમાં ગેરકાયદે કોલ સેન્ટર ઝડપાઈ ચુક્યા છે. મોટાભાગના ગેરકાયદે ચાલકા કોલ સેન્ટરમાં ર્વિદેશી નાગરીકોના ફોન નંબરોની લીડ મેળવી તેમને છેતરવાના નવા-નવા પેતરા અજમાવવામાં આવે છે.