ભાવનગર ના સિહોર તાલુકાના માળવણ ગામ મા હીંસક પ્રાણી ઓ ના આટાફેરા ની દહેશત ઉઠી છે. ગામ ના ડુંગરાળ વિસ્તારમાં હીંસક પ્રાણી ઓ દ્વારા માલધારી ની બે ગાય એક ઘેટુ અને એક બકરી નુ મારણ થયુ છે. માલધારી સમાજ આ ગામ મા પશુપાલન ના આધારે પોતાનુ જીવન ગુજારી રહ્યા છે તો ભય ની સાથે આર્થિક નુકશાની પણ ભોગવી રહ્યા છે અને સ્થાનિકો ના કહેવા મૂજબ આ વિસ્તાર મા સિંહ અને દિપડા ના આટાફેરા રહે છે. ગામ ના લોકો ભય ના ઓથારે જીવન જીવી રહ્યા છે.