પ્રધાનમંત્રી શ્રી મોદી એ સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા ખાતે વિશ્વનો પ્રથમ ટેકનોલોજી ડ્રિવન ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કનું લોકાર્પણ કર્યું હતું અને મુલાકાત લીધી હતી.

આ થીમ બેઝ પાર્ક 35000 ચો.મી. વિસ્તારમાં પથરાયેલો છે.

બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળે તે હેતુથી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી આ પાર્ક ખાસ ડિઝાઈન કરવામાં આવેલો છે. મીની ટ્રેન દ્વારા પ્રવાસ દરમિયાન ફળ-શાક ગૃહમ્, પાયોનગરી, અન્નપૂર્ણા, પોષણપુરમ્, સ્વસ્થ ભારતમ્ અને ન્યુટ્રિ હંટ જેવા સ્ટેશનો આવે છે.

વધુમાં નાના-મોટા તમામ પ્રવાસીઓને મનોરંજન માટે મિરર મેઈઝ, 5-D થિયેટર અને ભૂલ-ભૂલૈયાં પણ છે.