સમગ્ર દુનિયામાં જીવલેણ કોરોના વાયરસની મહામારીએ હાહાકાર મચાવી રાખ્યો છે અને લાખો લોકોના મોત નિપજ્યા છે ત્યારે ફાન્સમાં વાયરસનું સંક્રમણ ફરી વધતા ત્યાં વધુ એક વખત કડક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. કોરોના સંક્રમણ ને ધ્યાન મા રાખી 'પહેલી ડિસેમ્બર સુધી લોડાઉન લાગુ કરવાના આદેશ આપ્યા છે. ફાંસમાં કોરોના વાયરસની બીજી લહેર શરૂ થઈ છે. જેને ધ્યાનમાં રાખી સરકારે કડક નિર્ણય લેવાની શરૂઆત કરી છે. સરકારે લોકોને જરૂરી કામ વગર ઘરની બહાર ન નિકળવાની અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે ફાન્સમાં જીવલેણ કોરોના વાયરસે વિકરાળ રૂપ ધારણ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ૨૪ કલાકમાં ફાન્સમાં પર૩ લોકોના કરૂણ મોત નિપજ્યા છે. જે એપ્રિલ પછી સૌથી વધારે છે. ફાન્સમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૩,૧૪૭ નવા કેસો સામે આવી ચૂક્યા છે. સોમવારથી મંગળવારથી વચ્ચે ફાન્સમાં ૧૧૯૪ કેસો વધી ગયા છે.





આ નવા લોડાઉનની જાહેરાતની સાથે-સાથે બાર અને રેસ્ટોરન્ટ પણ બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. ફાંસમાં એક દિવસમાં ૩૩ હજારથી વધુ કોરોનાનાકેસ સામે આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે એપ્રિલ માસ બાદ ફાંસમાં કોરોનાના કેસની સંખ્યા સતત વધી રહી છે. જેથી સરકારની મુશ્કેલી વધી રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને જણાવ્યું છે કે, ગત સપ્તાહે સમગ્ર દુનિયામાં કોરોનાવાઈરસના ર૦ લાખથી વધારેનવા કેસ સામે આવ્યા. કોરોનાના સાપ્તાહિક વિશ્લેષણમાં ઠોંઘએ જણાવ્યું કે, સતત બીજા અઠવાડિયા યુરોપિયન દેશોમાં સૌથી વધારે પ્રમાણમાં નવા કેસો સામે આવ્યા છે.