પોતાના જમાનાના દિગજ બોકસર માઈક ટાયસન ફરી રિંગ પર દેખાશે અને આ વખતે તેનો સામનો રોય જોન્સ સાથે થશે. કેલિફોર્નિયાના એથલેટિક કમિશને ટાયસન અને જન્મ વચ્ચે આવતા મહિને થનારા મેચને મંજૂરી આપી છે. આ એક પ્રદર્શની મેચ હશે. જો કે, આ ભૂતપૂર્વ ચેમ્પિયનોએ કહ્યું હતું કે તેઓ તેને ફક્ત એક પ્રદર્શન મેચ તરીકે ધ્યાનમાં નથી લેતા અને તેને ગંભીરતાથી લઈ રહ્યા છે.

ટાયસને ઓનલાઈન સંવાદદાતા સંમેલનમાં કહ્યું હતું કે, શું આ ખરેખરનો મેચ નથી? આ માઈક ટાયસન વિરૂદ્ધ રોય જોન્સનો મેચ છે. હું મેચ માટે આવી રહ્યો છું. અને તે પણ મેચ માટે આવી રહ્યાં છે અને બસ તમારે માત્ર આટલું જ જાણવાની જરૂરત છે. પ્રમોટરોએ જાહેરાત કરી હતી કે, ૫૪ વર્ષના ટાયસન અને પ૧ વર્ષના જોન્સની વચ્ચે આ મેચ લોસ એન્જલિસ સ્ટેપલ્સ સેંટરમાં ૨૮ નવેમ્બરે થશે. આ આઠ રાઉન્ડની મેચ હશે. પ્રત્યેક રાઉન્ડ બે મિનિટનો રહેશે. ટાયસને છેલ્લે ઓફિશીયલ મેચ જૂન ૨૦૦૫માં રમ્યો હતો અને પૂર્વ હેવી વેઈટચેમ્પીયને ૧૯૯૬ બાદ કોઈ ટાઈટલ જીત્યુંનથી. જોન્સે પોતાનો છેલ્લો મેચ ફેબ્રુઆરી ૨૦૧૮માં લડ્યો હતો.