ભારત સાથે યુદ્ધ માં ઉતરવાની બડાશો હાંક્તા પાકિસ્તાનના મંત્રીઓને દેશમાં લોટની સર્જાયેલી અછત દેખાઈ રહી નથી અથવા તો લોકોને લોટ પૂરો પાડવામાં ઈમરાનખાન સરકાર નિષ્ફળ રહી છે તેમ લાગી રહ્યું છે.

પાકિસ્તાનમાં લોટના ભાવમાં ભારે ભડકો થયો છે. દેશના સંખ્યાબંધ હિસ્સામાં લોટ ૭૫ રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યો છે. સિંધ સહિતના કેટલાક પ્રાંતમાં તો પૈસા આપ્યા પછી પણ લોટ નથી મળી રહ્યો. લોકો લોટની દુકાનો પર લાંબી કતારો લગાવી ઉભેલા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

એપ પાકિસ્તાની નાગરિક તો ત્રણ દિવસ પછી પણ નોટ નહીં મળતા એટલો દુખી થઈ ગયો હતો કે, જાહેરમાં જ રોકકળ કરવા માંડ્યો હતો. તેણે કહ્યુ હતુ કે, મારા બાળકો ભૂખ્યા છે અને મને દોડધામ ર્યા પછી પણ લોટ મળી રહ્યો નથી. દેશમાં લોટની તંગીને પગલે સરકાર સામે હવે વિરોધ પ્રદર્શનો શરુ થવાના ભણકારા વાગી રહ્યા છે. જેના પગલે હરકતમાં આવેલી પાકિસ્તાન સરકારે જીવન જરુરિયાતની વસ્તુઓ યોગ્ય ભાવે લોકો સુધી પહોંચે તે માટે એક યોજના બનાવી છે. દરમિયાન કેન્દ્રની ઈમરાનખાન સરકારે આ સંકટ માટે સિંધ પ્રાંત સરકારને જવાબદાર ઠેરવી છે. સરકારે કહ્યુ છે કે, લોટ મોંઘો થવાના કારણે એક રોટલની કિંમત ૧૫ રૂપિયા થઈ ગઈ છે.