ગુજરાતી પિક્ચર ના સુપરસ્ટાર નરેશ કનોડીયા નુ આજે નિધન થયું છે કોરોના પોઝીટીવ ના લીધે તેવો ઘણા લાંબા સમયથી હોસ્પિટલ મા સારવાર હેઠળ હતા અને આજે મળતા સમાચાર મુજબ તેવો આપણી વચ્ચે નથી રહ્યા.

ગુજરાત ના સુપરસ્ટાર જન્મ એક નાના એવા કનોડા મા થયો હતો અને તેવો એ પોતાના ભાઈ સાથે શરુવાત મા સ્ટેજ પરફોમન્સ આપતા હતા અને 1300 થી વધુ આવા સ્ટેજ શો કર્યા છે નરેશ કનોડીયા એક એક્ટર સાથે સિંગર પણ હતા એ વાત થી ઘણા લોકો અજાણ છે નરેશ કનોડીયા નુ પહેલુ ફીલ્મ 'વેલી ને આવ્યા ફુલ' હતુ અને ત્યાર બાદ એક પછી એક ગુજરાતી સુપરહિટ ફિલ્મ તેવો એ આપી છે જેમા ઢોલા મારુ , રાજ રાજવણ વગેરે અનેક અનેક ફિલ્મો આપેલી છે.

આપને અહી જણાવી દઈએ કે નરેશ કનોડીયા ના મોટા ભાઈ મહેશ કનોડીયા નુ બે દીવસ પહેલા જ નિધન થયુ હતુ.