ભાવનગર નો એક મુખ્ય તાલુકો તળાજા જે રાષ્ટ્રીય ધોરી માર્ગ 8ઈ પર આવેલું છે અને અહીંની અનેક ખાસ બાબતો જેમ કે તળાજા નરસિંહ મહેતા નુ જન્મ સ્થળ છે ઉપરાંત અહી ખાસ એક મોટો ડુંગર આવેલો છે અને તેના પર જૈન તીર્થ સ્થાનો ઉપરાંત મંદિર પણ આવેલા છે અને સાથે ગુફા પણ આવેલી છે એક બાજુ થી શેત્રુંજી નદી અને ડુંગર નો સુંદર નજારો જોવા મળે છે.

પાછળથી તે જૂનાગઢમાં સ્થાયી થયા હતા. પ્રાચીનકાળમાં તળાજા ‘તાલધ્વજ નામથી પણ ઓળખાતું હતું. ટેકરીની ઉત્તર અને પશ્ચિમ બાજુએ બૌદ્ધ પાથર્યા શૈલીમાં કંડારેલી તળાજા ગુફાઓ આવેલી છે. આમાંની એક ગુફાઓ, જેને એભલ મંડપ તરીકે ઓળખવામાં આવે છે, આ એભલ મંડપ એભલ વાળા ના નામથી ઓળખાતો હોવાનું મનાય છે. આ ઉપરાંત ઝાઝમેર અને ગોપનાથ નો દરિયા કિનારો અતી રમણીય છે.