પ્રેમજાળમાં ફસાવી શરીર સુખની લાલચ આપી એકાંત જગ્યાએ બોલાવી પૈસા પડાવવા, બ્લેકમેઈલ કરવાની ઘટનાઓ વધી રહી છે. સુરતમાં બનેલી આવી એક ઘટનામાં મૂળ ભાવનગરના વતની અને તેના મિત્રને હર્નટ્રિપમાં ફસાવી મૂળ ભાવનગર જીલ્લા ના વતની શખ્સ સહિત બંને ૫.૮૬ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.

વરાછામાં માતિચોક ખાતે રહેતા ધીભાઈ પટેલ (મુળ ભાવનગર) આંજાણા ખાતે લેસપટ્ટીનું કારખાનું ધરાવે છે. ગત તા. ૨૨મીના સાંજના સુમારે શાકભાજી લેવા ગયા હતા ત્યારે એક મહિલા સાથે ભેટો થયો હતો. આ મહિલાએ સ્માઈલ કરી પોતાની ઓળખ રેખા તરીકે આપી ત્યારબાદ ગત તા. ૨૮ મીએ ધીભાઈનો મિત્ર સુરેશ વતનથી ઘરે આવ્યો હતો. સુરેશે કોઈક સાથે શરીર સુખ માણવાની વાત કરતાં તેઓએ મજાક મસ્તી સાથે ચેનચાળા શરુ કર્યા હતા. દરમિયાન અચાનક મમાં ૪ યુવકોની એન્ટ્રી થઈ હતી. જેમાંથી એક યુવકે પોતે પુણા પોલીસ મથકના કોન્સેબલ અમિત તરીકે ઓળખ આપી દમદાટી આપી હતી. ત્યારબાદ રેખાએ પતાવટની વાત કરતા અમીત નામના નક્લી પોલીસ કર્મીએ ૬ લાખની માંગ કરી હતી. તેઓએ બંને મિત્રોને એકમમાં ગોંધી રાખી ઢોર માર માર્યો હતો, ત્યારબાદ ભારે આજીજી બાદ ૨ લાખમાં સમાધાન કરવાનું નક્કી થયું હતું. ધીભાઈએ ૪૫ હજાર આપ્યા બાદ બીજી રકમ કોલ કરી મિત્ર પાસે મંગાવી હતી. બાદમાં તેઓએ સુરેશને ગોંધી રાખી ધીભાઈને નાણાં લેવા મોકલ્યા હતા. પૈસે નહિ આપો ત્યાં સુધી સુરેશને મારતાં રહીશું અને ચાલાકી કરી તો મોટા કેસમાં ફીટ કરી દેવાની. પણ ધમકી તેઓએ આપી હતી. બાદમાં ધીભાઈ સાથે એક યુવકમોપેડ પર પૈસા લેવા નીકળ્યો હતો જ્યારે બાકીના યુવકે સુરેશને હાથકડી પહેરાવી કારમાં લઈ નીકળ્યા હતા, મિત્ર પાસેથી પિયા ૨ લાખ લઈ તેમાંથી ૧.૫૫ લાખ તેમણે અમિત નામના નકલી પોલીસને આપી દીધા હતા. નાણાં લઈ બંનેને છોડી, બદમાશ કારમાં નાસી છૂટ્યા હતા. ધીભાઈએ કાર નંબર નોંધી રાખ્યો હતો. આ અંગે ફરિયાદ આપતા ૩ મહિલા અને ૪ પુષ સામે પુણા પોલીસે ગુનો નોંધ્યો હતો.