ભાવનગર રેન્જ આઇ.જી.પી. શ્રી. અશોકકુમાર યાદવ સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબની સુચના અને માર્દર્શન હેઠળ પાલીતાણા ડિવિઝના નાયબ પોલીસ અઘિક્ષક શ્રી આર.ડી જાડેજા તથા ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી.વી.વી. ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી.એન.જી. જાડેજા તથા પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. શ્રી એન.એમ. ચૈાઘરી તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસો ને ભાવનગર જીલ્લાના પાલીતણા ટાઉન પોલીસ સ્ટેશન હેઠળ બનેલ અન ડીટેકટ ખુનના બનાવના આરોપીને પકડી પાડવા માટે સુચના કરેલ.

ત્રણ માસ પહેલા પાલીતાણા શકિતનગરમાં વૃધ્ધ રામુબેન બબાજી ઠાકોરઞ ને કોઇ અજાણ્યા ઇસમો એ ઘરમાં પ્રવેશ કરી વૃધ્ધ રામુબેનને ગળે તથા મોઢાના ભાગે ચુંદડી તથા કાપડથી બાંઘી મોઢામાં ડુચો ભરાવી ગુંગળાવી મોત નિપજાવી અજાણયા ઇસમો વિરૂધ્ધમાં પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરીયાદી પ્રવિણભાઇ ઠાકરશીભાઇ ઠાકોર રહે. જામવાળી તળાવ પાસે પાલીતાણા વાળાએ ફરીયાદ નોઘાવેલ જે ફરીયાદ આઘારે સદરહું ગુન્હો ડીટેકટ કરવા સારૂ પોલીસ અઘિક્ષક શ્રી ભાવનગર નાએ એક ટીમ બનાવી તે ટીમ દવારા ગુન્હો ડીટેકટ કરવા માટે પાલીતાણા વિસ્તારના આજુ બાજુના ગામડાઓ માં શકદારોની સઘન પુછપરછ કરવામાં આવેલ તેમજ આ ગુન્હો ડીટેકટ કરવા માટે ભાવનગર ટેકનીકલ શાખાના પો.કો. લાખાભાઇ મકવાણા તથા પ્રજ્ઞેશભાઇ પંડયા દવારા સઘન પ્રયાસો કરતા એલ.સી.બી. ટીમને બાતમીરાહે હકિકત મળેલ કે પાલીતાણા પાસેના આતપર ગામના (૧) મુકેશ ઉર્ફે મુન્નો મનસુખભાઇ મેર (ર) વિક્રમ ઉર્ફે વિકી ગોવિંદભાઇ મુળીળયા (૩) વનરાજ ઉર્ફે વનો ભુપતભાઇ ડાભી રહે. તમામ આતપર ગામ તા.પાલીતાણા વાળાઓ એ સદરહું ગુન્હો કરેલાની હકિકત મળતા જે હકિકત આઘારે મજકુર ત્રેણેય ઇસમોની ઘરપકકડ કરી આગવી ઢબે પુછપરછ કરતા ગુન્હો કરેલાની કબુલાત કરતા તમામ ઇસમોને પોલીસ હસ્તગત કરી સરકાર શ્રીની કોવિડ-૧૯ ની ગાઇડ લાઇન મુજબ કાર્યવાહી માટે મોકલી આપવામાં આવેલ અને કોવિડ-૧૯ નો રીર્પોટ નેગેટીવ આવ્યે મજકુર ત્રણેય ઇસમોને આ ગુન્હામાં આગળની તપાસ થવા સારૂ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં સોપી આપવામાં આવેલ છે.

આ સમગ્ર કામગીરીમાં એલ.સી. બી.નાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા પાલીતાણા ટાઉન પોલીસ ઇન્સ. શ્રી. એન.એમ. ચૈાઘરી તથા એલ.સી. બી. સ્ટાફનાં હેડ કોન્સ. જીતુભા ઝાલા તથા હેડ કોન્સ. ઘનશ્યામભાઇ ગોહેલ તથા હેડ કોન્સ. ભૈપાલસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. કુલદિપસિંહ ગોહિલ તથા પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન ના ડીસ્ટાફ વિગેરે માણસો જોડાયેલ હતા.