આગામી વિધાનસભાની પેટા ચૂંટણીને અનુલક્ષીને ગઢડા વિધાનસભા હેઠળ આવતા મત વિસ્તારમાં તકેદારીના ભાગરૂપે ભાવનગર રેન્જ ડી.આઈ.જી.પી. શ્રી અશોક યાદવ સાહેબ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સૂચનાથી એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર કે.બી.જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. પોલીસ ઉમરાળા તથા વલ્લભીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

દરમિયાન એસ.ઓ.જી. પોલીસ ને મળેલ બાતમી આધારે વલ્લભીપુર તાબેના પાટણા ગામ બસ સ્ટેશન પાસેથી આરોપી ગંભીરભાઇ મનજીભાઇ ઠોળીયા ઉ.વ.૩૮ રહેવાસી હાલ પાટણ તાલુકો વલ્લભીપુર જી. ભાવનગર મુળ ગામ રામપરા તાલુકો બરવાળા જીલ્લો બોટાદ વાળાને એક ગેરકાયદેસરની ફાયર આર્મ્સ દેશી બનાવટની પિસ્ટલ નંગ-૧ સાથે ઝડપી પાડી મજકુર સામે કાયદેસર કાર્યવાહી કરી આર્મ્સ એકટ તળે એસ.ઓ.જી.ના પોલીસ કોન્સ. મનદીપ સિંહ ગોહિલે ફરિયાદ આપી વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે અને આગળની તપાસ વલ્લભીપુર પોલીસ ચલાવી રહી છે. આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર કે.બી.જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના હેડ કોન્સ. મહાવીરસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ. મનદિપ સિંહ ગોહિલ તથા ડ્રાઇવર પોલીસ કોન્સ. ભોજાભાઇ આહીર જોડાયા હતા.