કોઈ પણ વકતી ને એક વાર જેલ મા જાય એટલે મગજ ખરાબ અને હિંસક થય જતો હોય છે પણ ઓછા કેદી એવા હોય છે જે જેલમાં ગયા પછી પણ પોતાના ઉજ્વળ ભવિષ્ય વિશે વિચારે અને નવી શરૂઆત કરે છે.

જો કે આવો જ એક કિસ્સો ગુજરાતના ભાવનગર જિલ્લામાં સામે આવ્યો છે. અહીં રહેતા ભાનુભાઈ પટેલે જેલની સજા દરમિયાન ૮ વર્ષમાં ૩૧ ડિગ્રી મેળવી અને જેલમાંથી છૂટતાંની સાથે જ તેમને સરકારી નોકરીની ઓફર પણ મળી ગઈ. નોકરી શર્યા પછી તેમણે ૫ વર્ષમાં વધુ ૨૩ ડીગ્રી મેળવી લીધી. આ કામ પછી ભાનુભાઈ પટેલનું નામ લિષ્કા બુક ઓફ રેકોર્ડ્સ, એશિયા બુક ઓફ રેકોર્ડ્સ, યુનિક વર્લ્ડ રેકોર્ડ, ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ, યુનિવર્સલ રેકોર્ડ ફોરમ અને તે પણ વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયામાં નોંધાયું છે. ભાનુભાઈ પટેલ ભાવન પરના મહુવાના વતની છે. અમદાવાદની બીજે મેડિક્લ કોલેજમાંથી એમબીબીએસની ડિગ્રી લીધા પછી, ૧૯૯૨માં મેડિક્લની ડિગ્રી મેળવવા માટે તેઓ અમેરિકા ગયા. અહીં તેમનો એક મિત્ર ટુડન્ટ વિઝા પર યુ.એસ. માં નોકરી કરતો અને તેનો પગાર ભાનુભાઈના ખાતામાં ટ્રાન્સફર કરતો હતો. તેના કારણે તેના પર ફોરેન એકસચેંજ રેગ્યુલેશન એક્ટ કાયદાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લાગ્યો હતો. ૫૦ વર્ષની ઉંમરે તેમને ૧૦ વર્ષની સજા કરવામાં આવી હતી. ૧૦ વર્ષ સુધી તે અમદાવાદ જેલમાં રહ્યા હતા. સામાન્ય રીતે જેલની સજા ભોગવી ચુકેલા વ્યક્તિને સરકારી નોકરી મળતી નથી.