થોડા દિવસ પહેલા એક વિડીઓ ખુબ વાયરલ થયો હતો જે એક બાબા ના ઢાબા નો હતો અને યુટયુબર ગૌરવ વાસને આ વિડીઓ શુટ કર્યો હતો અને લોકો ને આ વિડીઓ એટલો પસંદ આવ્યો હતો કે કરોડો લોકો એ વિડીઓ ને જોયો હતો. અનેક બ્રાન્ડેડ કંપની ઓ પણ આ ઢાબા ની મદદ એ આવી હતી અને બાબા ને મદદ કરી હતી.

હવે યુટયુબર ગૌરવ વાસન પર એવો આરોપ લાગ્યો છે કે તેવો એ ડોનેશન મા મળેલી રકમ પોતાની પત્ની ના ખાતા મા રાખી છે જે ઢાબા ના માલીક કાંતા પ્રસાદ પહોચી નથી આ અંગે કાંતા પ્રસાદ એ નજીક ના પોલીસ સ્ટેશન એ ગૌરવ વાસન પર ફરિયાદ નોંધાવી છે.