આગામી દીવાળીના તહેવાર અનુસંધાને ૧૦/૧૧/૨૦૨૦ ના રોજ પોલીસ ઇન્સપેકટર શ્રી આર.આઇ.સોલંકી સાહેબની સુચનાથી પોલીસ સબ ઇન્સપેક્ટર જે.એમ.કિહોર પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન રુપાણી સર્કલ નજીક આવેલ શશીપ્રભુ ચોક ખાતે શ્રીજી બેકરીની સામેથી એક બાળક તેના વાલીથી વીખુટી પડી ગયેલ હોય રોડ ઉપર એકલો મળી આવેલ અને આ બાળક મુંજાયેલ હોય અને તેના વાલીવારસ બાબતે તેને પુછતા આ બાળક કાંઇ બોલતો ન હોય જેથી સદર સગીર બાળક સાથે સંવેદનશીલ વર્તન દાખવી બાળકને રુપાણી પોલીસ ચોકી ખાતે સાથે લઇ આવી આ બાળકને તરત જ ઘોઘારોડ પોલીસ સ્ટેશનના તમામ પોલીસ સબ ઇન્સ. શ્રી તથા પોલીસ કર્મચારીઓને પોલીસ સ્ટેશનના વોટસએપ ગૃપ મારફતે ઉપરોક્ત બાળકના ફોટો તથા તેના વર્ણનની વીગત સોશીયલ મીડીયામાં તેના વાલીવારસ બાબતે સોસીયલ મીડીયાના માધ્યમથી આ બાળકના વાલીની શોખખોળ કરતા હતા તે દરમ્યાન ઘોઘા રોડ પો.સ્ટે.ના પોલીસ સ્ટાફ હેડ કોન્સ. સેજાદભાઇ યુનુસભાઇ સૈયદ તથા પોલીસ કોન્સ. ઉપેન્દ્રભાઇ રણજીતભાઇ ટોકનાઓએ આ બાળકના પિતા પ્રશાંતભાઇ નરશીભાઇ ધામેલીયા રહે-સરદારનગર,ગુરુકુળની પાછળ વકીલ હોલ પાસે ભાવનગરવાળાનો સંપર્ક કરી રૂપાણી પોલીસ ચોકી ખાતે બોલાવી આ બાળક તેનો દીકરો હોય તેની માનસીક સ્થીતી બરાબર ન હોય જેની તેઓ સારવાર કરાવતા હોય અને તે ઘરેથી કોઇને કાંઇ કહ્યા વગર નીકળી ગયેલ હોય જે બાળકના પીતાજીની ખાત્રી કરી આ બાળકને તેના પીતાને સોંપી આપેલ હતો. ઘોઘારોડ પોલીસ સ્ટેશનનો પોલીસ ઇન્સ. શ્રી આર.ઓઇ, સોલંકી સાહેબે ઓછી સમજણ શક્તિ ધરાવતા બાળક પ્રત્યે સંવેદના રાખી પોલીસ સ્ટાફ મારફતે તેના વાલીની શોધખોળ કરી વાલીને સોંપી પોલીસની માનવતા વાદી કામગીરી કરેલ છે.