આગામી ૫ મી નવેમ્બર થી ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ખાતે ટોલ પ્લાઝા પર ટોલ વસૂલાતની જાહેરાત સામે લોકોમાં દોષ જોવા મળી રહ્યો છે કારણકે હજુ આ નેશનલ હાઇવે ફોરલેન નું કામ અધરું છે તો બીજી બાજુ જૂનો નેશનલ હાઇવે પર પડેલા ખાડાઓ અને ઉડતી ધૂળની ડમરીઓથી વાહનચાલકો પરેશાન છે ત્યારે આવી પરિસ્થિતિમાં ૩૨ કિમી રોડ માટે ટોલ ઉઘરાવવો કેટલો વ્યાજબી એવો વેધક સવાલ અહિયાં ઉપસ્થિત થઈ રહ્યો છે ત્યારે રાજુલા યુવા આગેવાન અજય શિયાળ દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા નાં ચેરમેન ને પત્ર લખતા જણાવ્યું હતું કે ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ૮ ઈ ફોરલેન છેલ્લા ૪ વર્ષ જેવા સમયગાળા થી નિર્માણ થઈ રહ્યો છે છતાં પણ નેશનલ હાઇવે નું કામ પૂર્ણ થયું નથી એવાં તા.૦૫/૧૧/૨૦૨૦ થી નાગેશ્રી ટોલ પ્લાઝા ખાતે ટોલ વસુલવાનુ ચાલું થઈ રહ્યું છે ફક્ત ૩૨ કિમી અંથર માટે ટોલ વસુલવામાં આવશે પરંતુ આ રોડ નું સંપૂર્ણ કામ પૂર્ણ થયું નથી હજું પણ ધણી જગ્યાએ ડાયવર્ઝન છે.

તેનાં કારણે વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે બીજી બાજુ આ નેશનલ હાઇવે ફોરલેન નું ધણી જગ્યાએ ૩૦-૪૦ ટકા પણ કામ થયું નથી અને જૂનો નેશનલ હાઇવે એકદમ બિસ્માર હાલતમાં છે જૂનાં રોડનું સમયસર રિપેરિંગ કામ થતું નથી તેનાં કારણે આ રોડ પર સતત ધૂળ અને માટી ની ડમરીઓ ઉડી રહી છે જેના અહિયાં થી પસાર થતા વાહનચાલકો નાં સ્વાસ્થય ને માટે નુકશાનકારક છે જૂનાં રોડનું ડામર થી રિપેરિંગ કામ પણ ચાલુ કરવામાં આવતું નથી અમો દ્વારા આ અંગે ધણી રજૂઆત કરી છતાં પણ ઉચ્ચ અધિકારીઓ દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવ્યાં નથી તેનાં કારણે વાહનચાલકો દરરોજ પરેશાન થઈ રહ્યા છે તેવામાં વગર લોકાર્પણ એ, સંપૂર્ણ રોડ નિર્માણ થયો નથી છતાં પણ ટોલ પ્લાઝા પર ટોલ ઉઘરાવવા નું ચાલુ કરવું નથી આથી અમારી માંગ છે કે જૂના નેશનલ હાઇવે નું યોગ્ય સમારકામ કરવામાં આવે અને નેશનલ હાઇવે નું સંપૂર્ણ ૧૦૦ ટકા પૂર્ણ થયા બાદ જ ટોલ ઉઘરાવવા નું ચાલુ કરવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત કરી હતી આગામી દિવસોમાં વિશાળ લોકહિત ને ધ્યાને રાખીને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આ ટોલ ઉઘરાવવા નો નિર્ણય પરત ખેંચવામાં આવે છે કે નહીં એ તો હવે આવનારો સમય જ બતાવશે.