આ ફોટો જોઈને તમારા મોંમાંથી પણ 'વાહ' શબ્દ નીકળી જશે. આ ખૂબસૂરત મહિલા પોલીસ ઓફિસરે હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે. પાકિસ્તાનને નફરત કરનારા લોકો પણ આ પોલીસ ઓફિસરને નફરત નહિ કરી શકે. હાલ પાકિસ્તાનના લાહોરના એસ.પી.તરીકે ફરજ બજાવી રહેલ ડો.અનુસ મસુદ ચૌધરીએ પોતાની સુંદરતાને લીધે સોશિયલ મીડિયાને હાલ ગાંડુ કર્યું છે. લોકો આ પોલીસ ઓફિસર સાથે સમય વિતાવવા ગુનાઓ કરી રહ્યા છે અને આ અધિકારી જ અટકાયત કે ધરપકડ કરે તેવો આગ્રહ સેવી રહ્યા છે. સુંદરતા સૌને ગમતી હોય છે.અને એમાંય સ્ત્રીની સુંદરતા પુરુષો માટે કાયમ આકર્ષણનું કેન્દ્ર રહી છે.

સુંદર સ્ત્રી ગમે તે ક્ષેત્રમાં હોય… એ ક્ષેત્રમાં તેની સુંદરતા અનેક લોકોને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પડતી હોય છે. સુંદર સ્ત્રીની હાજરી માત્રથી પણ અનેક લોકોમાં નવીન ઉર્જાનો સંચાર થતો હોય છે. સુંદર સ્ત્રી જો જ્ઞાનવાન કે હોંશિયાર હોય તો તો પછી તે દરેક ક્ષેત્રમાં છવાઈ જતી હોય છે. ભારતમાં પણ અનેક IAS-IPS અધિકારીઓની સુંદરતાની સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા થાય છે. ટૂંકમાં, સુંદરતા કોને ન ગમે…! પછી તે તનની હોય, મનની હોય, ધનની હોય કે પ્રકૃતિની…

સુંદરતા સૌને સ્પર્શે… સૌને આકર્ષે..😊

-સુનીલ જાદવ