ભાવનગર ના માધાભાઈ ડાભી નુ કામ જાણી તમે સલામ કરશો ભાવનગર ના માધાભાઈ ડાભી છેલ્લા 10 વર્ષ ની એવી એકેડેમી ચલાવી રહ્યા છે કે તેવો પોતાની સાહસ એકેડેમી મા એડમિશન લેતા વખતે એડમિશન ફી લેતા નથી. પહેલા વિદ્યાર્થી ને નોકરી મળે અને ત્યાર બાદ જ તેઓ દક્ષિણા સ્વરુપે યોગ્ય ફી લે છે. આથી ગરીબ બાળકો ને ઘણો ફાયદો થાય છે. માધાભાઈ ડાભી છેલ્લા ઘણા વર્ષોથી આ કાર્ય કરે છે અને ઘણાબધા વિદ્યાર્થી ઓ ને નોકરીએ લગાડયા છે. હાલ કોરો ના કાળ હોવાથી શૌક્ષણીક કાર્ય બંધ છે.

આપને જણાવી દઈએ કે માધા ભાઈ ડાભી છેલ્લા 32 વર્ષ થી ભાવનગર ની બી.એમ કોમર્સ સ્કૂલ સેવા આપી રહ્યા છે અને તેવો ને વર્ષો પહેલા GPSC ની પરીક્ષા આપવા માંગતા હતા પરંતુ પોતાના પાસે પૂરતું સાહિત્ય ન હતું અને માર્ગદર્શન આપે તેવું પણ કોઈ ન હતું ત્યાર બાદ આજના સમય માં કોઈ ગરીબ બાળક ને આવી મુશ્કેલી નો સામનો ના કરવો પડે તે માટે તેવો આ ઉમદા કાર્ય કરે છે.