આપણા સૌરાષ્ટ્ર ની ભૂમી એટલે સંતો ની ભૂમી અહી એવા સંતો થય ગયા કે જેના ભક્તો દેશ વિદેશ મા છે અને સૌરાષ્ટ્ર મા પણ અનેક અન્ન ક્ષેત્રો ચાલે છે. સંતો મા બાપા સીતારામ અને જલારામ બાપા નો મહીમા ઘણો અલગ છે. રાજકોટ ના વિરપુર મા આવેલું જલારામ બાપા નુ મંદિર આપણા સંત જલારામ બાપા ની સાક્ષી પુરે છે. આજે તમને જલારામ બાપા ના એવા જ એક ચમત્કાર ની વાત કરવી છે.

પહેલા ના સમય મા અલગ અલગ પ્રકાર ઑઆ લોકો હતા ત્યારે એક વાર આરબ લોકો શિકાર કરી બાપા પાસે પહોંચ્યા. બાપા એ તેમને અન્ન ક્ષેત્ર મા જમાડયા અને પછી બાપા એ આરબ ને કહ્યુ છે પેલા પક્ષીઓ તમારા જોળા તરફડે છે જોળો ખોલી નાખો. આરબોસાથે એ જોળો ખોલ્યો તો પક્ષીઓ જીવતા હતા. 2 કલાક પહેલા મારી નાખેલા પક્ષીઓ આરીતે જીવતા જોઈ આરબ લોકો પણ ચોકી ગયા અને બાપા ને ભગવાન માની લીધા અને શિકાર કરવાનુ છોડી દીધુ અને માંસાહાર કરવાનુ પણ.